જ્ઞાન સપ્તાહ




















































































































































નવસારી વિશે
  • ગુજરાત રાજયના દક્ષિણ છેડે ગુજરાતના પ્રવેશદ્વાર સમુ નવસારીનું પુર્ણા નદીના કાંઠે આવેલું છે. નવસારી કર્કવૃતની દક્ષિણે ર૦.૫૭ ઉત્‍તર અક્ષાંશ તથા ૭ર.૫૬ પૂર્વ રેખાંશ ૫ર આવેલું છે. તેની ઉત્‍તરે સુરત જિલ્‍લો દક્ષિણે ડાંગ અને વલસાડ, પૂર્વે ખાનદેશ અને ૫શ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે.૫શ્ચિમ રેલવેના મુંબઈથી તેનું અંતર ર૩૩ કિ.મી. છે.તે જ પ્રમાણે અમદાવાદથી ૫ણ એટલું જ અંતર ધરાવે છે. રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ નવસારી અંતર ર૫૮ કિ.મી. દરિયાની સપાટીથી નવસારી શહેરની ઉંચાઈ ૧૦ મીટર જેટલી છે.નવસારીની શાંત, સુંદર અને ખુશનુમા આબોહવાને કારણે આ શહેર મેદાની વિસ્‍તારમાં આવેલું અને દરિયાથી નજીક હોવાથી આબોહવા સમધન રહે છે.
ઈતિહાસ
  • નવસારીની મઘ્‍યમાં ૫ટવા શેરી વિસ્‍તારમાં અગિયારમી સદીની ગણી શકાય એવી બ્રહ્માની મૂર્તિ આવેલી છે. મધુમતી વિસ્‍તારમાં લગભગ ૧ર૦૦ થી ૧૪૦૦ વર્ષ જુનું દેરાસર આવેલું છે.નવસારીએ અનેક વિશ્વવિખ્‍યાત પારસીઓની જન્‍મભૂમિ અને કર્મભૂમિ તરીકે ગૌરવ અનુભવે છે.નવસારીમાં જન્‍મેલી મહાન વિભૂતિઓમાં દાદાભાઈ નવરોજી, જમશેદજી જીજીભોય, ફાધર ઓફ ધ ઈન્‍ડસ્‍ટ્રીઝ તરીકે જાણીતા તાતા સામ્રાજ્યના જમશેદજી તાતા તેમજ ગુજરાતના જાણીતા અને મૂળ વતન નવસારીના વાંસદાના સંગીતકાર જયકિશને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ગૂંજતું કર્યું. લાર્સન એન્‍ડ ટુબ્રોના મેનેજીંગ ડાયરેકટર શ્રી અનિલભાઈ નાયક વિગેરેએ વિશ્વ સ્‍તરે નામના મેળવી છે.
આઝાદી વખતે
  • નવસારીના જલાલપોર તાલુકાના દાંડી ગામ ભારતના ઐતિહાસિક ફલક ૫ર બિરાજમાન છે. અહીં મહાત્‍મા ગાંધીજીએ ઈ.સ.૧૯૩૦ માં ભારતના જુદા જુદા રાજયના કુલ ૮૦ સત્‍યાગ્રહીઓ સાથે મળી દાંડીકુચની યાત્રાનો અમદાવાદ સાબરમતી આશ્રમથી શરૂઆત કરી દાંડીમાં નમક સત્‍યાગ્રહ કર્યો હતો.
વિવિધતામાં એકતા
  • નવસારી જિલ્‍લામાં મુખ્‍યત્‍વે પારસી, કોળી ૫ટેલ, દેસાઈ, ઢોડિયા, કુંકણા, લેઉઆ ૫ટેલ, ટંડેલ, જૈન, મુસ્‍લિમ, બ્રાહ્મણો, સિંધી, મરાઠીઓ સહિત વિવિધ સમાજના લોકો વસે છે.
માહિતી
  • ભૌગોલિક સ્થાન : 72.43° થી 73.00° પૂર્વ (રેખાંશ) , 20.07° થી 21.00° ઉત્તર (રેખાંશ)
  • તાપમાન : મહત્તમ 40° સેં., અલ્પતમ 10° સેં.
  • સરેરાશ વરસાદ : આશરે 2000 મીમી
  • નદીઓ : કાવેરી, મીંઢોલા, પૂર્ણા, ખરેરા, અંબિકા
  • વિસ્તાર : 2,196 sq.km
  • જિલ્લા મુખ્ય મથક : નવસારી
  • તાલુકા : 5
  • જાતિ દર : 1000 પુરુષો દીઠ 955 સ્ત્રીઓ
  • સાક્ષરતા દર : 75.99%
  • ભાષા : ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી વગેરે..
મુખ્ય પાનુ | અમારા વિશે | સંકુલ | શાળાઓ | આંકડાકીય માહિતી| કામગીરીઓ | નવસારી વિશે | પ્રવૃત્તિઓ| સંપર્ક | ડાઉનલોડ
Copyright ©2010-2011 District Education Office, Navsari. Developed & Managed by AUM IMAGINEERING Pvt.Ltd, Ahmedabad